હે તારા નેણ ની કટારી, હે તે હળવે થી મારી
દલડું ગયો હૂતો હારી હારી [૨]
હે આવી રૂપાળી ચોય ના ભાળી
નમણી છે નખરાળી [૨]
હે કાળા ચશ્માં કાળો તલ હું તો હારી બેઠો દલ [૨]
હે તમે થોડું થોડું મુખડું મલકાવો કે પોજરામાં પોપટ બોલે
રોમ લીલું પીળું પોજરૂ ઘડાવો લ્યા પોજર માં પોપટ બોલે
હે ઘડી હશે આને જેવી ભગવાને
કેવું હશે મૂડ એતો રામ જી રે જાણે
હે દુનિયા ઘડતા વાર લાગી હશે જેટલી
એટલી વારમાં બની હશે એકલી
હે એક જ અદા એ કરી ફિદા એ
જુઓં જુવાનડી જાય એ [૨]
હે વાગે પગમાં રે પાયલ
હું તો થઇ જ્યો રે ઘાયલ
હે કાળા કાળા ચશ્માં કાળો તલ
હું તો હારી બેઠો દલ [૨]
હે છોડી દઈદે દલડાના દાન છોરી
હે તારા નેણલા ના બળ મને વાગે છે
હે છોડી ઉભી બજાર માં ટોપ લાગે છે
હે કાયા જાણે એની કાચ ની રે પુતળી
જોઈ ને થયો હૂતો સાવ પીગળી
હે હોભળી લેજે મારી દુવા ઓં સમળા
હે એક વાર જોવે એ નેણ ખોલી એ નમણા
હે મોત આવે તો પછી ફિકર નહિ
હે હૈયે છે હેતના ગોણા [૨]
હે એના મુખડા ની મુસ્કાન
હું તો ભૂલી ગયો ભાન હે
કાળા કાળા ચશ્માં કાળો તલ
હું તો હારી બેઠો દલ
હે તારા નેણ ની કટારી, હે તે હળવે થી મારી
દલડું ગયો હૂતો હારી હારી [૨]
હે આવી રૂપાળી ચોય ના ભાળી
નમણી છે નખરાળી
કાળા ચશ્માં કાળો તલ
હું તો હારી બેઠો દલ
કાળા કાળા ચશ્માં કાળો તલ
હું તો હારી બેઠો દલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો