શુક્રવાર, 11 ડિસેમ્બર, 2020

કોઈ ફરિયાદ નઇ કરું Koi Fariyad Nai Karu Gujarati Lyrics

તારે જવું હોય તો જા મૂકીને મને
તારે જવું હોય તો જા મૂકીને મને
બીજાની થવું હોય તો થા ભૂલીને મને


હું તો તારા માટે જિંદગી આ બરબાદ નહિ કરું
હું તો તારા માટે જિંદગી આ બરબાદ નહિ કરું
તને યાદ નઇ કરુ
કોઈ ફરિયાદ નઇ કરું
તને યાદ નઇ કરુ
કોઈ ફરિયાદ નઇ કરું...

તારે જવું હોય તો જા મૂકીને મને
બીજાની થવું હોય તો થા ભૂલીને મને...

તે મીઠી રે મીઠી વાતોમાં ફસાવ્યો
મહોબ્બતનો દીવડો આ દિલમાં જલાવ્યો
પછી તું કરી ગઈ મુજથી દગાઓ
ભૂલી રે ગઈ મારી સાચી વફાઓ

હું તો સહી લઈશ કોઈને વાત નહિ કરું
હું તો સહી લઈશ કોઈને વાત નહિ કરું...

તને યાદ નઇ કરુ
કોઈ ફરિયાદ નઇ કરું
તને યાદ નઇ કરુ
કોઈ ફરિયાદ નઇ કરું

કદર ના કરી તે ભલે આજ મારી
ફિકર ના કરીશું અમે પણ તમારી
નથી ગમ તુજથી જુદા રે થવાનો
આ બાદશાહ તો એકલો પણ જીવી લેવાનો...

નવી જિંદગીની શરૂવાત હું કરું
નવી જિંદગીની શરૂવાત હું કરું
તને યાદ નઇ કરુ
કોઈ ફરિયાદ નઇ કરું
તને યાદ નઇ કરુ
કોઈ ફરિયાદ નઇ કરું
તને યાદ નઇ કરુ....

Koi Fariyad Nai Karu Lyrics - Rakesh Barot

New Gujarati Songs, Lyrics Gujarati song Lyrics

ક્યારે મળશે સરનામું તારું Kyare Malse Sarnamu Taru Lyrics

હો મળવાને માંગે દિલ મારુ
હો મળવાને માંગે દિલ મારુ
મળવાને માંગે તને દિલ મારુ
પણ મળતું નથી સરનામું તારું

પ્રેમના કાગળથી ભર્યું ઘર મારુ
પ્રેમના કાગળથી ભર્યું ઘર મારુ
પણ મળતું નથી સરનામું તારું


હો ખબર નહિ તું પાછી ક્યારે ફરે
હવે આ ભવમાં વ્હાલી તું ક્યારે મળે
હો મળવાને માંગે દિલ મારુ
મળવાને માંગે તને દિલ મારુ
પણ મળતું નથી સરનામું તારું
પણ મળતું નથી સરનામું તારું...

હો મળી ત્યારે ખબર નતી મળશે જુદાઈ
શોધે મારી આંખો પણ નજર તું ના આઈ
હો રાહ જોઈ જોઈ મેં જિંદગી વિતાવી
યાદો તારી આવે પણ વ્હાલી તુ ના આઈ


હો વાતો મુલાકાતો દિલ યાદ રે કરે
રડતી મારી આંખો ફરિયાદ રે કરે
હો મળવાને માંગે દિલ મારુ
મળવાને માંગે તને દિલ મારુ
પણ મળતું નથી સરનામું તારું
પણ મળતું નથી સરનામું તારું

હો સુની ઘરની બારી ને સૂના થયા રસ્તા
યાદ આવે દિવસો એ જયારે તને મળતા
હો વાર કેમ લાગી વ્હાલી પાછી તને ફરતા
મળશું એ વિશ્વાસે દિવસો મારા જતા
હો યાદ કરી તને મારી આંખો રે રડે
યાદોની સાથે પાછી ક્યારે તું ફરે


આજ પૂરું રે થયું સપનું મારુ
આજ પૂરું રે થયું સપનું મારુ
દિલને મળ્યું છે દિલનું સરનામું
દિલને મળ્યું છે વ્હાલી દિલનું સરનામું
દિલને મળ્યું છે વ્હાલી દિલનું સરનામું....


Kyare Madse Sarnamu Taru Lyrics - Vijay Suvada
New Gujarati Songs, Lyrics Gujarati song Lyrics

મારી હતી તોયે તું પારકાની થઇ Mari Hati Toy Tu Parka Ni Thai



મને તારા ઉપર ભરોસો હતો
મને તારા ઉપર ભરોસો હતો
મારી હતી તોયે તું પારકાની થઇ
મને તારા ઉપર ભરોસો હતો
મારી હતી તોયે તું પારકાની થઇ


હો તને જોવા મારી આંખડી તરસતી
પારકાના હાથમાં હાથ જોઈને આંખ રડતી
તને જોવા મારી આંખડી તરસતી
પારકાના હાથમાં હાથ જોઈને આંખ રડતી

મારી આંખ રાતી થઇ તું બીજાની થઇ
મારી હતી તોયે તું પારકાની થઇ
મારી હતી તોયે તું પારકાની થઇ...

હો તને મનાવવા મેં ઘણા પ્રયાસો કર્યા
તું ના માની તું ને હું જુદા રે થયા
તને ના જોવું તો દિવસ મારો બગડે
તને શરમ ના આવે મારી જોડે ઝગડે

મારા ઘરના પાણી ભરીશ એવું કહેતી તું
હવે કેમ યાદ મને કરતી નથી દીકુ તું
મારા ઘરના પાણી ભરીશ એવું કહેતી તું
હવે કેમ યાદ મને કરતી નથી દીકુ તું

મારી આશા તૂટી ગઈ તું રુઠી ગઈ
મારી હતી તોયે તું પારકાની થઇ
મારી હતી તોયે તું પારકાની થઇ...

તારા વિચારોમાં પાગલપન થાય છે
તને ના જોવું તો મારુ દિલ દુઃખી થાય છે
તારા સોગંદ મારી આંખ રડી જાય છે
ગામ લોકો કહે મને ગાંડો જોને જાય છે

તારી યાદોમાં મારી જિંદગી ઝેર થાય છે
મને તડપાવી બોલ તને શુ મળે છે
તારી યાદોમાં મારી જિંદગી ઝેર થાય છે
મને તડપાવી બોલ તને શુ મળે છે

તારો સાથ છૂટી ગાયો હુ રડી પડ્યો
મારી હતી તોયે તું પારકાની થઇ
મારી હતી તોયે તું પારકાની થઇ



Mari Hati Toy Tu Parka Ni Thai Lyrics - Bechar Thakor

New Gujarati Songs, Lyrics Gujarati song Lyrics

તે પીઠ પાછળ જે ઘા કર્યા Pith Pachal Te Gha Karya Lyrics

તે પીઠ પાછળ જે ઘા કર્યા
અમે હસતા ચહેરે સહી ગયા
તે પીઠ પાછળ જે ઘા કર્યા
હસતા ચહેરે સહી ગયા
મારી હારે કર્યું તે ખોટું

તોયે તારું નોમ ના લીધું
તોયે તારું નોમ ના લીધું


તે પીઠ પાછળ જે ઘા કર્યા
હસતા ચહેરે સહી ગયા
મારી હારે કર્યું તે ખોટું
તોયે તારું નોમ ના લીધું
તોયે તારું નોમ ના લીધું...

જા જા તોયે તારું નોમ ના લીધું
અમે તારું નોમ ના લીધું

અરે તારી જિંદગી જાનુ જીવી લેજે
અરે જેના હારે ફરવું હોય ફરી લેજે

હો હો હો તારા રસ્તે કદી આવશું નહિ
કોઈ દાડો તને કોઈ કહીશું નહિ
કોઈ કહીશું નહિ

તું મોઢું ફેરવી ચાલી ગઈ
આખો મારી ઝુકી ગઈ
એવું કરશે ધાર્યું પણ નોતું
તોયે તારું નોમ ના લીધું
અમે તારું નોમ ના લીધું

અરે તોયે તારું નોમ ના લીધું
અમે તારું નોમ ના લીધું...
હો મારા રે દિલમાં ઘર બનાવી
બનીને ચોર ઘર ને લૂંટી ગઈ
હો હો હો તારી મહોબ્બત મને ભારે પડી
પ્રેમમાં મોંઘી મેં ભરપાઈ કરી
ભરપાઈ કરી


તારા પ્રેમનો હતો પૂજારી
તું કરીને ગઈ ગદારી
જીવ મારુ બાળી તે દીધું
તોયે તારું નોમ ના લીધું
તોયે તારું નોમ ના લીધું...

તે પીઠ પાછળ જે ઘા કર્યા
હસતા ચહેરે સહી ગયા
મારી હારે કર્યું તે ખોટું
તોયે તારું નોમ ના લીધું
અમે તારું નોમ ના લીધું
અરે તોયે તારું નોમ ના લીધું
તોયે તારું નોમ ના લીધું
તોયે તારું નોમ ના લીધું

તોયે તારું નોમ ના લીધું
અમે તારું નોમ ના લીધું
અરે તોયે તારું નોમ ના લીધું
તોયે તારું નોમ ના લીધું....




Pith Pachal Te Gha Karya Lyrics Gujarati song Lyrics - Jignesh Barot (Jignesh Kaviraj Barot)

અંબા અભય પદ દાયિની રે Amba abhay vardayani re

અંબા અભય પદ દાયિની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની,

અંબા અભય પદ દાયની રે ,

હેમ હિંડોળે હિંચકે રે, હીંચે આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય…

સંખીઓ સંગાથે કરે ગોઠડી, આવે આઠમ ની રાત ભીડ ભંજની, અંબા અભય…

સર્વે આરાશુર ચોક માં રે, આવો તો રમીએ રાસ ભીડ ભંજની, અંબા અભય…

એવે સમે આકાશ થી રે, આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની, અંબા અભય…

કોણે બોલાવી મુજને રે, કોણે કર્યો મને સાદ ભીડ ભંજની, અંબા અભય…

મધ દરિયો તોફાન માં, માડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની, અંબા અભય…

વાયુ ભયંકર ફૂંકતો રે, વેરી થયો વરસાદ ભીડ ભંજની, અંબા અભય…

પાણી ભરાણા વહાણ માં રે, એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની, અંબા અભય…

આશા ભર્યો હું આવીયો રે, વહાલા જોતા હશે વાટ ભીડ ભંજની, અંબા અભય…

હૈયું રહે નહિ હાથ માં રે, દરિયે વાળ્યો દાટ ભીડ ભંજની, અંબા અભય…

મારે તમારો આશરો રે, ધાઓ ધાઓ મમ માત ભીડ ભંજની, અંબા અભય…

અંબા હિંડોળે થી ઉઠયા રે, ઉઠયા આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય…

સખીઓ તે લાગી પુછવા રે, ક્યાં કીધા પરિયાણ ભીડ ભંજની, અંબા અભય…

વાત વધુ પછી પુછજો રે, બાળ મારો ગભરાય ભીડ ભંજની, અંબા અભય…

ભક્ત મારો ભીડે પડ્યો રે, હું થી એ કેમ સેહવાય ભીડ ભંજની, અંબા અભય…

એમ કહી નારાયાણી રે, સિંહે થયા અસ્વાર ભીડ ભંજની, અંબા અભય…

ત્રિશુલ લીધું હાથ માં રે, તાર્યું વણીકનું વહાણ ભીડ ભંજની, અંબા અભય…

ધન્ય જનેતા આપને રે, ધન્ય દયાના નિધાન ભીડ ભંજની, અંબા અભય…

પ્રગટ પરચો આપનો રે, દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની, અંબા અભય…

બધી તેની ભાંગજો રે, સમયે કરજો સહાય ભીડ ભંજની, અંબા અભય…

અંબા અભય પદ દાયિની રે …


Amba abhay vardayani re Gujarati song Lyrics

મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે Mara Malak Na Mena Rani Gujarati song Lyrics



તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રે
તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રે
સરખી સૈયર પાણી હાલ્યા અમે પનઘટના પંખીડા રે
સરખી સૈયર પાણી હાલ્યા અમે પનઘટના પંખીડા રે


હો મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે
મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે
મુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે
મુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે
મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે
મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે


ઓ અલબેલા પદમ ઘેલા છેટા જાવો રે
તમે છેટા જાવો રે
મારા મુખને ના શરમાવો રે

ઓ સરખી સૈયર સાથે અમારા છૂટા પાલવના છેડા રે
સરખી સૈયર સાથે અમારા છૂટા પાલવના છેડા રે
મુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે
મુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે
તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રે

મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે
ઓ ઘેરા ઘેરા ઘૂંઘટ તાણો ઘેલા લાગો રે
ગૌરી ઘેલા લાગો રે
પાલવડામાં પ્યારા લાગો રે...


વ્હાલી વ્હાલી વાતો તમારી વ્હાલા લાગો રે
તમે વ્હાલા લાગો રે
મારા દલને પ્યારા લાગો રે

ઘૂંઘટ તાણી ઘેર આવો દેશું માન મોંઘેરા રે
તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રે
મુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે
સરખી સૈયર પાણી હાલ્યા અમે પનઘટના પંખીડા રે
મારા મલકના મેના રાણી ધીમા ધીમા હોલો રે
તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રે....




Mara Malak Na Mena Rani Gujarati song Lyrics - Jignesh Barot (Jignesh Kaviraj Barot), Jalpa Dave

Chhori Kari deshe mane ghayal છોકરી કરી દેશે મને ઘાયલ

એ કોનમાં ઈરફોન હાથમા મોબાઇલહો હો કોનમાં ઈરફોન હાથમા મોબાઇલ આવતા જતા મને આપે છે સ્માઈલ નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ એ કોનમાં ઈરફોન હાથમ ...